ક્રેપ બેન્ડેજ (ગરમ પાટો) બાંધવાની સાચી રીત: મોટાભાગના લોકો ક્યાં ભૂલ કરે છે?
ઘરમાં મચકોડ, સ્નાયુમાં ખેંચાણ, હળવો દુખાવો અથવા સાંધામાં સોજો આવે ત્યારે ઘણા લોકો તરત જ ક્રેપ બેન્ડેજ (Crepe Bandage) અથવા જેને સામાન્ય ભાષામાં “ગરમ પાટો” પણ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરે છે. પરંતુ હકીકતમાં ક્રેપ બેન્ડેજ ગરમ નથી હોતું. તે એક ઇલાસ્ટિક બેન્ડેજ છે, જે ઇજાગ્રસ્ત ભાગને યોગ્ય દબાણ (Compression) અને સપોર્ટ આપવા માટે…
