સાંધાના ઓપરેશન પછી દાદરા ચઢવા અને ઉતરવાની સાચી રીત (Up with Good, Down with Bad).
ઘૂંટણ બદલવાનું ઓપરેશન (Total Knee Replacement – TKR), હિપ રિપ્લેસમેન્ટ (Hip Replacement), પગના ફ્રેક્ચરનું ઓપરેશન અથવા અન્ય કોઈ સાંધાની સર્જરી પછી દર્દીઓનો સૌથી સામાન્ય પ્રશ્ન હોય છે – “હવે હું દાદરા કેવી રીતે ચઢીશ અને ઉતરીશ?” ઘણા દર્દીઓ શરૂઆતમાં ડર અનુભવે છે કે ક્યાંક ફરી પડી ન જઈએ અથવા ઓપરેશન કરેલા ભાગને નુકસાન ન થાય….
