ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન (Hysterectomy) પછીની ફિઝિયોથેરાપી.
ગર્ભાશયની કોથળી કાઢવાનું ઓપરેશન એટલે હિસ્ટેરેક્ટોમી (Hysterectomy). કેટલીક મહિલાઓમાં ગર્ભાશયની વિવિધ તકલીફો, ભારે અથવા અસામાન્ય માસિક રક્તસ્રાવ, ફાઇબ્રોઇડ, એન્ડોમેટ્રિઓસિસ, ગર્ભાશય નીચે આવી જવો (Uterine Prolapse), કેન્સર જેવી પરિસ્થિતિઓમાં ડૉક્ટર હિસ્ટેરેક્ટોમી કરવાની સલાહ આપી શકે છે. ઓપરેશન પછી શરીરને સંપૂર્ણ રીતે સ્વસ્થ થવામાં થોડો સમય લાગે છે. હિસ્ટેરેક્ટોમી પછી ફિઝિયોથેરાપીનો હેતુ માત્ર દુખાવો ઘટાડવાનો નથી. સ્નાયુઓની…
