નસોની નબળાઈ (Neuropathy) માટે ગરમ અને ઠંડા પાણીનો શેક (Contrast Bath).
નસોની નબળાઈ (Neuropathy) એ એવી સમસ્યા છે જેમાં હાથ અથવા પગની નસો યોગ્ય રીતે કામ કરતી નથી. તેના કારણે પગમાં ઝણઝણાટી, સુન્નપણું, બળતરા, સોય ચુભતી હોય તેવી લાગણી, દુખાવો અથવા સ્પર્શની સંવેદના ઘટી જવી જેવી તકલીફો થાય છે. ખાસ કરીને ડાયાબિટીસ, વિટામિન B12 ની ઉણપ, કીમોથેરાપી, દારૂનું વધુ સેવન અથવા કેટલીક ન્યુરોલોજીકલ બીમારીઓમાં ન્યુરોપથી જોવા…
