મેન્યુઅલ થેરાપી (Manual Therapy) એટલે માત્ર હાડકાંના કડાકા બોલાવવા જ નહીં!
આજના સમયમાં કમરનો દુખાવો, ગરદનનો દુખાવો, ખભાની જકડાશ, ઘૂંટણનો દુખાવો અને સાંધાની સમસ્યાઓ માટે લોકો ઘણીવાર “હાડકાંના કડાકા બોલાવવા” અથવા “બોડી સેટ કરાવવા” જેવી સારવાર તરફ આકર્ષાય છે. ઘણા લોકો માને છે કે મેન્યુઅલ થેરાપી (Manual Therapy) એટલે માત્ર સાંધામાંથી અવાજ (Crack/Pop) કાઢવાની પ્રક્રિયા. પરંતુ હકીકતમાં આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે. મેન્યુઅલ થેરાપી એ ફિઝિયોથેરાપીમાં…
