ગેરમાન્યતા: “વજન ઊંચકવાથી બાળકોની હાઈટ (ઉંચાઈ) વધતી અટકી જાય છે”
બાળકો અને કિશોરોમાં ફિટનેસ તથા રમતગમત પ્રત્યેનો રસ છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર રીતે વધ્યો છે. ઘણા બાળકો ક્રિકેટ, ફૂટબોલ, સ્વિમિંગ, જિમ્નાસ્ટિક્સ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. પરંતુ જ્યારે બાળકો વજન ઊંચકવાની કે જિમમાં કસરત કરવાની વાત કરે છે, ત્યારે માતા-પિતા અને વડીલો ઘણીવાર કહેતા સાંભળવા મળે છે કે, “વજન ઊંચકવાથી હાઈટ વધતી…
