હફિંગ અને કફિંગ (Huffing & Coughing): ગળફાને સહેલાઈથી બહાર કાઢવાની વૈજ્ઞાનિક રીત.
શ્વસનતંત્ર એટલે કે આપણા ફેફસાં અને શ્વાસનળીની તંદુરસ્તી જાળવવા માટે યોગ્ય રીતે શ્વાસ લેવો જેટલો જરૂરી છે, એટલું જ જરૂરી ફેફસાંમાં જમા થયેલા કફ (ગળફા)ને બહાર કાઢવો પણ છે. શરદી, ઉધરસ, બ્રોન્કાઇટિસ, ન્યુમોનિયા, અસ્થમા અને COPD જેવી શ્વસન સંબંધિત સમસ્યાઓમાં ફેફસાં અને શ્વાસનળીઓમાં કફ જમા થઈ શકે છે. આ કફને કારણે શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં…
